Sunday, June 29, 2014

અમેરિકામાં વસવાટ કરવામાં ભારત બનશે નં.1?

અમેરિકામાં વસવાટ કરવામાં ભારત બનશે નં.1?

અમેરિકી નાગરિકત્વ પ્રાપ્ત કરનારા વિદેશીઓમાં પ્રથમ ક્રમે આવતા મેક્સિકોમાં અમેરિકા જવાનો ક્રેઝ ઘટી રહ્યો છે.
-અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરનારા દેશમાં મેક્સિકો પછી ભારત બીજા ક્રમે

એક વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મેક્સિકોથી અમેરિકા જઇને વસનારા લોકોની લહેર મંદ પડતી જાય છે. પાછલા 40 વર્ષોમાં લોકોમાં મેક્સિકોથી અમેરિકા જઇને વસવાનું ચલણ વધી રહ્યું છે. અમેરિકાના પ્યુ હિસ્પૈનિક સેન્ટરેના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષોમાં આ સંખ્યા ઘટી રહી છે.આર્થિક કારણ, સીમા પર વધી રહેલ નિયંત્રણ અને મેક્સિકોમાં ધીમા જન્મદરને આની પાછળનું કારણ જણાવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે 1970 બાદ 1.2 કરોડ લોકો મેક્સિકોથી અમેરિકા ગયા જેમાંથી અડધા ઉપરાંત લોકો કાનુની રીતે ગયા. આ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાના આટલા વર્ષોના ઇતિહાસમાં છેલ્લા ચાર દશકામાં મેક્સિકોથી અમેરિકા જતાં લોકો અવ્વલ નંબરે રહ્યા છે.

જો કે આંકડા પ્રમાણે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે 2005- 2010 દરમિયાન આ સંખ્યામાં બદલાવ આવ્યો છે.એક દાયકા પહેલા એટલે કે 1995- 2000માં લગભગ 29 લાખ મેક્સિકો વાસી અમેરિકા ગયા જ્યારે 6 લાખ 70 હજાર લોકો પાછા મેક્સિકોમાં ગયા એટલે કે લગભગ 22 લાખ લોકો અમેરિકામાં જ રહ્યા.

જ્યારે વર્ષ 2005થી 2010 સુધી જ્યાં 13.7 લાખ લોકો જ મેક્સિકોથી અમેરિકા ગયા જ્યારે 13.9 લાખ લોકો પાછા વળ્યા.

અમેરિકી જનગણનાના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2007માં જ્યાં 70 લાખ લોકો મેક્સિકોથી ગેરકાનુની રીતે અમેરિકામાં રહી રહ્યા હતા, ત્યાં વર્ષ 2011માં આ સંખ્યા ઓછી થઇને 61 લાખ જ રહી ગઇ છે. આ પાછળ નવા નિયમો અનુસાર અમેરિકાના રાજ્યોમાં ગેરકાનુની અપ્રવાસીઓ વિરુદ્ધ થતી આકરી કાર્યવાહીને જવાબદાર મનાય છે.